કાયદો વ્યવસ્થા છોડીને તાલુકા પંચાયત તોડવાના પ્રયાસોના આક્ષેપ

0
વાવ-થરાદ જિલ્લા એલ.સી.બી.ના પીઆઈ એ.પી. ચૌધરી અગાઉ વર્ષ 2017 દરમિયાન સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સમયે એકતરફી કાર્યવાહી કરતા હોવાના આક્ષેપો થયા હતા. હવે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવવાની જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવાના પ્રયાસોમાં સભ્યોના પરિવારોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.લોકશાહી પ્રણાલીમાં પોલીસ તંત્રએ નિષ્પક્ષ રહી કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ નિભાવવી જોઈએ, રાજકીય દબાણ કે પંચાયત તોડવાના કામમાં દખલ કરવું યોગ્ય નથી. એ.પી. ચૌધરીએ પોતાની માન-મર્યાદામાં રહી કાયદાકીય કામગીરી કરવી જોઈએ. જો આ પ્રકારની ધમકીઓ અને દબાણની રાજનીતિ ચાલુ રહેશે તો તેનો ગંભીર વિરોધ થશે અને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top