કલર કામ અધૂરું, ખર્ચ પૂરું ! ગાંધીધામમાં વિકાસ કામોની ગુણવત્તા પર ઉઠ્યા પ્રશ્નો

0
ગાંધીધામ મહાનગર પાલિકાના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાના આક્ષેપો વચ્ચે એક કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં કરવામાં આવતું કલર કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે લાખો રૂપિયાના કામો મંજૂર થયા છતાં કામની ગુણવત્તા અને પૂર્ણતા અંગે કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. એક તરફ મહાનગર પાલિકા દ્વારા દબાણો દૂર કરી વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચાર અને અધૂરી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.શું મહાનગર પાલિકાના કેટલાક અધિકારીઓની મહેરબાનીથી આ પ્રકારના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે? શું અધૂરું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે? અને શું જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે? આવા અનેક સવાલો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.શહેરજનો હવે માંગ કરી રહ્યા છે કે સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી વિકાસના નામે થતા ગેરવહીવટ પર રોક લાગી શકે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top