પૂર્વ કચ્છમાં દિન પ્રતિ દિન અકસ્માત થતાં હોય તેનો જવાબદાર એક જ હોય છે જે ઓવર લોડ વાહન અને જે તાલપત્રી વિનાના વાહનો જેના કારણે અવર નવર અકસ્માતનાં બનાવો બનતા હોય છે ક્યાંક મીઠા થી ભરેલ ઓવર લોડ વાહન ક્યાંક મીઠો ઠાલવી ને નાશી જતો હોય છે તો ક્યાંક બેફામ અને ઓવર સ્પીડ હાઇવે પર દોડાવતો હોય છે આવા અનેક દર્ષ્ય નજરે આવે છે પણ જે તે અધિકારી ને કોઈ મીઠી નજરે ની સરમ રાખવી પડે છે જેના કારણે કાર્યવાહી અધૂરી રહી જાય છે
હાલમાં ભચાઉ નેશનલ હાઇવે પર એક ઓવર લોડ વાહનનો વિડિયો વાયરલ થયો હતો જેમાં ભર પુર લાકડા નો જથ્થો ભરેલ હતો જે રસ્તા પર પડતો જતો હતો આવા ઓવર લોડ વાહન સામે પૂર્વ કચ્છ RTO જો કાર્યવાહી કરે તો અકસ્માતનાં બનાવોમાં ધટાડો આવે શકે છે.
પૂર્વ કચ્છના RTO નાં અધિકારીને ઓવર લોડ વાહન પર કાર્યવાહી કરવામાં રસ કેમ નથી ?
પૂર્વ કચ્છના અંજાર મધ્યે RTO કચેરી આવેલ છે પણ કોઈ ને ધ્યાન નથી આવતું કે RTO કચેરીમાં શું થાય છે ? ઓવર લોડ વાહન પર કાર્યવાહી કરવા અનેક મોખીત રજૂઆત સામે આવી છે તેમજ અનેક વખત મીડિયામાં અહેવાલ પણ આવ્યા હતા છતાં પૂર્વ કચ્છમાં બેફામ ઓવર લોડ વાહનો દોડી રહ્યા છે અને અકસ્માત કરી રહ્યા છે થોડા સમય પહેલા ગાંધીધામ ભચાઉ હાઇવે પર એક ડમફર ચાલકે ઓવર લોડ ભરવાના કારણે તે વાહન ઓવર બ્રિજ ઉપર પસાર થઈ શક્યો નહિ જ્યાં તેના પાછળના ભાગે એક અલટો કાર આવતી હતી તે કારમાં ટકર મારી અને ઓવર લોડ વાહન નાશી ગયો હતો. આ બનાવ અંગે ગાંધીધામ પોલીસે મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. હવે જોવાનો રહ્યો કે પૂર્વ કચ્છના RTO કચેરીના અધિકારી ભચાઉના ઓવર લોડ વાહનો સામે કાર્યવાહી કરશે ? કે નહિ ....
અહેવાલ જયેશ ધેયડા ભચાઉ

