હિન્દુ ધર્મના અતિ પ્રાચીન પવિત્ર તીર્થ સમા કરગરીયા તળાવમાં નગરની ગટરનું પાણી છોડી ધાર્મિક લાગણીઓ ને ઠેસ પહોંચાડવા અંગે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્રારા નાયબ કલેક્ટર ને રજૂઆત....
January 06, 2025
0
ભચાઉ નગરમાં નગરથી દક્ષિણ દિશામાં આવેલા અતિ પ્રાચીન કરગરીયા મહાદેવ તિર્થ સ્થાન ના કરગરીયા તળાવ માં ભચાઉ નગરમાં થી દક્ષિણ દિશામાં ની તમામ ગટર લાઈન નું પાણી આ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે.આ કરગરીયા તળાવ હિન્દુ ધર્મ ના લોકો નું આસ્થા નું સૌથી પ્રાચીન સ્થળ છે.આ કરગરીયા તળાવ માં વરસો થી હિન્દુ ધર્મ ના લોકો જેમના પરિવારજનો મૃત્યુ પામેલા હોય છે એમના પિતૃઓના મોક્ષ માટે ની તર્પણ વિધિ પણ કરવામાં આવે છે.આ તળાવ ના પવિત્ર જલાભિષેક થી વિદ્વાન પંડિતો પોતાની ધાર્મિક વિધિઓ કરતા હોય છે.આવા અતિ પવિત્ર તીર્થધામ નું આવી રીતે અપવિત્ર બનાવવું એ હવનમાં હાડકાં નાખવા જેવી બાબતો છે.જેથી આ કરગરીયા તળાવ માં ઠલવાતી ગટરો તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે એવી વિનંતી કોંગ્રેસ નેતા દ્રારા કરવામ કરવામાં આવી. ભચાઉ નગરમાં હિંદુ ધર્મ ના લોકો માં આ કરગરીયા મહાદેવના મહાન તિર્થ સ્થાન ની અપવિત્રતા બાબતે મોટાપ્રમાણમાં રોષ છે.જેનો તાત્કાલિક અસરથી કાબુમાં લાવી આ ધાર્મિક જગ્યા ની પવિત્રતા કાયમ રહે તેમજ આ તળાવ-બાજુ આવતા પાણીના વહેણ ને પણ ઠેર ઠેર અવરોધવા માં આવી રહેલ છે.કા તો વહેણ ને અન્ય દિશાઓમાં વાળવામાં આવી રહેલ છે.તેમજ કાંઠા વિસ્તારનમા ગાંડા બાવળ ની ઝાડીઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે જેને પણ કટીંગ કરવામાં આવે તથા ઉનાળાની ઋતુમાં આ તળાવ ને ઊંડું કરવામાં આવે જેથી પાણી સંગ્રહ ક્ષમતા પણ વધે. આ તળાવ માં શુદ્ધ વરસાદી પાણી આવતું રહે એ બાબતે પગલાં ભરવા કોંગ્રેસ નેતાની માંગ.નગરપાલિકા દ્વારા બટીયા તળાવ માં લાખો રૂપિયા ના ખર્ચ કરવામાં આવી રહેલ છે જે ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે કરાતા હોય એવું લાગે છે.જયારૈ આ કરગરીયા ધામ સાથે હજારો,લાખો લોકો ની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે.જેના વિકાસ માટે પણ સરકાર ઝડપી યોગ્ય કાર્યવાહી કરે એવી આશા.આ કરગરીયા તળાવ માં ઠલવાતું ગટરનું પાણી તાત્કાલિક અસરથી બંધ કરાવી આ સ્થળ ની જાળવણી માટે નગર પાલિકા તથા ભાડા ભચાઉ નગર સતા મંડળ ને લેખિત કાર્યવાહી કરાવવા કોંગ્રેસ નેતાએ માંગ કરી છે.
Tags
Share to other apps