વર્ષોથી કાચા મકાનમાં રહેતા ભુજ તાલુકાના રૂદ્રમાતાના ૮૫ વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ મુલાબેન હાજાભાઇ મારવાડા વરસાદ હોય કે શિયાળો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાનો આખરે અંત આવતા તેમની ખુશીનો કોઇ પાર નથી. મુલાબેન મારવાડા તથા તેમનો પૌત્ર અમિત મારવાડા જણાવે છે કે, કાચા મકાનમાં રહેતા હોવાથી દાદીને અનેક સમસ્યા ઉભી થતી હતી. ખાસ કરીને ચોમાસામાં ભારે વરસાદ થતાં મુશ્કેલી બેવડાતી હતી. પરંતુ ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાય પ્રાપ્ત થતાં પાકા મકાનમાં દાદી વયોવૃદ્ધ અવસ્થા સુખપૂર્વક પસાર કરી શકશે. આ માટે મારો પરિવાર ગુજરાત સરકારનો દિલથી આભારી છે.
Tags
Share to other apps