મેસર્સ નક્ષ ફોર્મેર્લિન પ્રાઇવેટ લીમીટેડ સર્વે નંબર 493,પ્લોટ-1.2 અને 3 છાડવાડા તાલુકો ભચાઉ કચ્છ-ભુજ મધ્યે જે લોક સુનવણી રાખવા માં આવેલ છે તેને પર્યાવરણ તેમજ સામાજિક સાથે જીવસૃષ્ટિ ને ભયંકર રીતે નુકસાન કારક છે તે પ્લાન્ટ તેની લોક સુનવણી ને ત્વરિત રદ કરવા માં આવે જેથી આવનારી પેઢીઓ ને સારું પર્યાવરણ આપી શકીએ તે બાબતે રજુઆત કરવામ આવી કે ઈ.આઈ.એ.અભ્યાસ એન.એ.બી.ઇ.ટી માન્યતા પ્રાપ્ત મેસર્સ ટી.આર. એસોસિએટસ એડ એન્વાયરમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ દવારા જે સર્વે હાથ ધરવા માં આવ્યું હતું માર્ચ 2024 થી મેં 2024 માં જે ઉનાળા ની ઋતુ માં જેનું ફિલ્ડ કરી ને આંકલન કરવા માં આવ્યું હતું કે આ ભયંકર રીતે હવા પાણી માટી અને જીવસૃષ્ટિ સાથે સામાજિક આર્થિક સ્થિતિ માં સૌ થી વધુ પ્રભાવિત થઈ શકે સે જેની ગંભીર અસર વર્તાઈ શકે છે ત્યારે આ પ્રોજેકટ ને મંજૂરી આપવામાં ન આવે જેથી ભવિષ્ય ની આવનારી પેઢીઓ માટે સ્વસ્થ અને સારું પર્યાવરણ મળી રહે જો તેમ સતા ખોટી રીતે વહીવટી તંત્ર ને દબાણ માં કે અન્ય પ્રલોભનો અથવા જે તે યેનકેન પ્રકારે મંજુરીઓ મેળવી ને જો પ્લાન્ટ ને મંજુર કરવા માં આવશે તો ન છૂટકે એન.જી.ટી.તેમજ વિશ્વ ની પર્યાવરણ સંસ્થાઓ નું સહકારી મેળવી ને હાઇકોર્ટે માં ન્યાય માટે લડત કરશે તે જાણવા મળ્યો હતો.આ પ્રોજેકટ થકી ઘણું નુકસાનકારક પરિસ્થિતિ નું નિર્માણ થશે તેની જવાબદારી જીપીસીબી ના પૂર્વ કચ્છ પ્રવર્તમાન આર.ઓ.તેમજ નાયબ કલેક્ટર અને કચ્છ કલેક્ટર સામે પણ એન.જી.ટી.માં ફરીયાદ દાખલ કરશે સાથે આ પ્રોજેકટ ની લોક સુનવણી ને મોકૂફ રાખવા માં આવે તેવી પ્રકૃતિહદય થી વિનંતી સાથે ની મજબૂત રજુઆત શહીદ ભગતસિંહ સેના દ્રારા કરવામાં આવી..
પ્રતિનિધિ : જયેશ ધેયડા (ભચાઉ)