રાપર શહેરની સમસ્યા અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે રાપર નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી...
March 06, 2025
0
રાપર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોક રાઠોડે નગરપાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ચાંદભાઇ ઠક્કર અને ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ હતું કે રાપરના વોર્ડ નં ૩ ના વોકરા વિસ્તાર માં આશરે બે વર્ષ અગાઉ પાલિકા દ્રારા સીસી રોડ તોડી ગટર લાઈનો હંગામી ધોરણે ત્યાંથી પસાર થતા વોકરા માં નીકાલ કરાયો હતો જેમાં પાલિકા દ્રારા કહેવાયુ હતુ કે છ મહિનાની અંદર ગટર લાઈન નું મુખ્ય ગટર સાથે જોડાણ કરી તોડેલ સીસી રોડ બનાવી આપવામાં આવશે જેને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો અને ગત 3 સોમાસા દરમિયાન વરસાદ પડવા ના લીધે રોડ નું સતત ધોવાણ થઈ રહ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા માં ગટર ચાલતું હોવાના કારણે વિસ્તારના લોકોને કનડગત ભોગવવી પડતી વાથી તાત્કાલિક અસરથી વિસ્તાર ના હનુમાન મંદિરથી બજાર સમિતી વારા માર્ગ સુધી જે ખોદાણ કરીને ગટર લાઈન હંગામી ધોરણે વોકરા માં નાખેલ હતી એ લાઈનનુ મુખ્ય ગટર લાઈન સાથે જોડાણ કરીને તુટેલ રસ્તો રિપેર કરવા અને વિસ્તારની અમુક સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલત માં પડેલ છે જે લાઈટો પણ રીપેર કરવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડે નગરપાલિકા ના પ્રમુખશ્રી તથા ચીફ ઓફીસર સમક્ષ રજૂઆત કરી.
Share to other apps