ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે વિસ્તારમાંથી સી.પી.યુ. ઓઈલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
April 21, 2025
0
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે જીગર નટુભાઈ ઠક્કર રહે. અંજાર વાળો પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટેન્ડરોના ડ્રાઇવરોને રૂપિયાની લાલચ આપી સી.પી.યુ. તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ સી.પી.યુ. તેલનો જથ્થો પંચરત્ન માર્કેટમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની દુડાનમાં રાખેલ છે અને સગેવગે કરવાની તૈયારીમાં છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ ક૨તા પંચ૨ત્ન કોમ્પલેક્ષની બહાર એક આઈસર કન્ટેનર પડેલ જોવામાં આવેલ. જેમા એક ઇસમ હાજર મળી આવતા જેને આ સી.પી.યુ. તેલ બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીને પકડી પાડી ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
Share to other apps

