અહેવાલ : જયેશ ધેયડા...
કચ્છમાં અનેક મથક પર લખાની હોટલો પર ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર – લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ?
January 01, 2026
0
કચ્છ જિલ્લામાં અનેક મથક પર આવેલી લખાની હોટલો પર બેફામ રીતે દેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કાયદાને ખુલ્લો પડકાર આપીને આ હોટલો પર દિવસદહાડે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે ચોંકાવનારી બાબત છે.સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા લઠ્ઠાકાંડમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી જ પરિસ્થિતિ જો કચ્છમાં સર્જાય તો તેના માટે જવાબદારી કોણ લેશે? પોલીસ તંત્ર,
વહીવટી તંત્ર કે પછી આ ગેરકાયદેસર ધંધાને મીઠી નજરે જોનાર તત્વો?આ હોટલો પર થતો દેશી દારૂનો વેપાર માત્ર કાયદો અને વ્યવસ્થાને જ નહીં પરંતુ જનજીવન માટે પણ ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. નશાના કારણે માર્ગ અકસ્માતો, ઘરેલુ હિંસા અને સામાજિક અશાંતિ વધવાની સંભાવના પણ વધી રહી છે.
આથી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કડક કાર્યવાહી કરી લખાની હોટલો પર ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર વેપારને બંધ કરવા તેમજ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જનહિતમાં માંગ કરવામાં આવે છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.
Share to other apps

