પોલીસ પ્રજા ની મિત્ર છે – આ સૂત્રને સાર્થક કરતી ભચાઉ પોલીસ દ્વારા “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા સાથે સેવા નું ઉતરદાયિત્વ નિભાવી જૈન દેરાસરમાં ચોરીમાં ગયેલ ભગવાનની મૂર્તિના આભૂષણો ફરીયાદીને પરત સોંપવામાં આવ્યા હતા.
મહામહિમ શ્રી ડી.જી.પી. સાહેબ તથા મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ ઉકેલવા તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ અને સમન્વય વધે તેવા હેતુસર સતત માર્ગદર્શન આપવામાં આવેલ છે.આ સૂચનાઓના અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુ.નં. ૧૧૯૯૩૦૦૪૨૫૦૯૪૭/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી), ૩૩૧(૪), ૫૪ હેઠળ મંદિર ચોરીના ગુનામાં ભગવાનની મૂર્તિ પરથી મુગટ, કુંડળ,
હાર તેમજ દાનપેટી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો હતો.આ ગંભીર બનાવ અંગે પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એન. ચુડાસમા (લોકલ ક્રાઇમ બ્રાંચ, પૂર્વ કચ્છ) તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજા
(ભચાઉ પોલીસ સ્ટેશન)ની આગેવાનીમાં અલગ-અલગ ટીમો રચી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના પગેરું મેળવી તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ચોરીમાં ગયેલ સમગ્ર મુદામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો.આજરોજ જૈન મંદિર ખાતે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની અધ્યક્ષતામાં “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલ ભગવાનના આભૂષણો ફરીયાદીને પરત સોંપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એન. ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજા તથા ભચાઉ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.ફરીયાદીને પરત સોંપેલ મુદામાલ :
1)સોના-ચાંદીના મુગટ – ૦૩ (કિં. રૂ. ૧,૧૦,૦૦૦/-)
2)સોના-ચાંદીના વરખવાળા હાર – ૦૨ (કિં. રૂ. ૨૫,૦૦૦/-)
3)કાનના કુંડળ – ૦૬ (કિં. રૂ. ૬૦,૦૦૦/-)
ભચાઉ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

