રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી સુભાષીની યાદવ તથા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલ ત્રણ દિવસના કચ્છ પ્રવાસે
January 03, 2026
0
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી મહિલા નેતા સુભાષીની યાદવ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા પટેલ શનિવાર, રવિવાર અને સોમવાર એમ કુલ ત્રણ દિવસ
કચ્છ જિલ્લાના પ્રવાસે રહેશે.પ્રવાસ દરમિયાન તેઓ ભુજ તથા ગાંધીધામ ખાતે યોજાનારા જન સંવાદ કાર્યક્રમોમાં હાજરી આપશે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યા મુજબ, રાજ્યના પ્રભારી નેતાઓ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન પક્ષના આગેવાનો સાથે બેઠક કરશે તેમજ ચૂંટણીલક્ષી વિચાર-વિમર્શ કરશે.
સાથે સાથે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદેદારોને પણ મળશે.આ પ્રવાસ દરમિયાન તેઓ કચ્છ જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, નર્મદા પાણી, ખેડૂતો તેમજ મુસ્લિમ-દલિત વર્ગના પ્રશ્નોથી વાકેફ થશે.તા. ૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે જન સંવાદ,સાંજે ૫:૦૦ કલાકે અગ્રવાલ સમાજ ભવન, ગાંધીધામ ખાતે જન સંવાદ કાર્યક્રમ યોજાશે.પક્ષના આગેવાનો તથા કાર્યકર ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પ્રવક્તા અંજલી ગોર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Share to other apps

